બુધવાર, ઑક્ટોબર 03, 2018

હમણાંજ

સ્મિત કર્યું છે કોઇએ હમણાંજ,
હૈયું અટકવું જોઇએ હમણાંજ.
 
કોઇ પ્રસંગ એવાંય આવી ચડે,
થાય કે બસ રોઇએ હમણાંજ.
 
નામ પણ એનું ભુલી જવાય છે,
યાદ કરતાં હોઇએ હમણાંજ,
 
જાણે જડવાના જ ન હો કદી,
એમ ખુદને ખોઇએ હમણાંજ.
 
ઝાંખી થઇ ગઇ છે છબી બહુજ,
દિલથી એને ધોઇએ હમણાંજ.
 
વિનોદ નગદિયા (આનંદ)

 

ટિપ્પણીઓ નથી: