બુધવાર, માર્ચ 20, 2019

વિશ્વ કવિતા દિવસ

અહીંથી છૂટી કવિતા ને ત્યાંથી છૂટ્યો રંગ રે,
ગીત ને ગુલાલ વચ્ચે જામ્યો જબરો જંગ રે,

રંગો ફેંકે કવિતા સામે કવિતા ફેંકે રંગ રે,
ઉપરવાળો તો બસ ફેંકે ચારેકોર ઉમંગ રે.

પિચકારી પાવરને બતાવે, ઉગામે ગીત છંદ રે,
કેવી રે ચડી છે ભૈયા ધૂળેટીની ભંગ રે.

રંગોમાથી ઉભરે ગીતો , ગીતમાથી રંગ રે,
પીંછી ને કેનવાસ જેવો ભીનો એનો સંગ રે.

વિશ્વ કવિતા દિવસની રંગો ભરી શુભકામના .

વિનોદ નગદિયા (આનંદ)

21/03/2019

ટિપ્પણીઓ નથી: