ગુરુવાર, માર્ચ 28, 2019

મળે છે

સમય સાધનારાઓ ભળતા મળે છે,
સમય આપનારા તો મળતા મળે છે.

નડીજા નડીજા તું સઘળે નડીજા,
પછી જોને કેવી સફળતા મળે છે.

નિખાલસ થઈને અગર સાથ આપો,
સંબંધોમાં સાચી સરળતા મળે છે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: