શનિવાર, એપ્રિલ 20, 2019

કોયલ

ગરમાળાની ડાળે કોયલ,
પીળો ટહુકો ઢાળે કોયલ.
 
ટહુકાઓની ચાળણી લઇને,
યાદ કોઇની ચાળે કોયલ.
 
અધવચાળે અટકી જઇને,
ડૂસકાં છાના ખાળે કોયલ.
 
સાત સુરોના મધપૂડેથી,
વેદના મીઠી ગાળે કોયલ.
 
જિંદગી એવું મીઠું ટહુકે,
જાણે મનના માળે કોયલ.
 
વિનોદ નગદિયા (આનંદ)

 

ટિપ્પણીઓ નથી: