મળી છે.
ઉદાસી ઉદાસી ઉદાસી મળી છે
કોઈ વેદના બારમાસી મળી છે.
કોઈ યાદ એવી તો ડંખ્યા કરે છે,
ચરણમાં જાણેકે કપાસી મળી છે.
પછી તાકી તાકી ને જોયા કર્યું પણ,
સદા ખાલી સામી અગાસી મળી છે.
નથી ખાલી સોદો પ્રણયનો ગયો કંઈ,
કમાણી નિસાસાની ખાસ્સી મળી છે.
હથેળીમાં મૂક્યો હતો હાથ એણે,
પછીથી કળતર જરાસી મળીછે.
ઉપાયો કર્યા મેં ઘણા રોશનીના
છતાં રાત કાયમ અમાસી મળી છે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો