મંગળવાર, નવેમ્બર 04, 2008

સજા ભોગવું છું

શિખર પર જવાની સજા ભોગવું છું,
 હું કાતિલ હવા ની સજા ભોગવું છું.
 
પતંગ જેમ મુજને ચગાવે છે લોકો, 
કે હળવા થવાની સજા ભોગવું છું.

હરણ પાળવા ના ગુનાઓ કર્યા છે,
હવે ઝાંઝવા ની સજા ભોગવું છું. 

વરસતો રહું છું સતત ગીતમાં પણ, 
પલળવા જવા ની સજા ભોગવું છું.

રહી ગઇ છે કાયમ ઉદાસી જીવનમાં,
તને ચાહવાની સજા ભોગવું છું. 

 વિનોદ નગદિયા-આનંદ

ટિપ્પણીઓ નથી: