મંગળવાર, નવેમ્બર 18, 2008

હતી

આંધળી શ્રધ્ધા હતી,
બંધ કઇ દીક્ષા હતી?

આંખને રડવું હતું,
આપણી ક્યાં ના હતી.

ટેરવાં ધ્રુજી ઊઠ્યાં,
સ્પર્શ ની રજા હતી.

બેસવાની બારીએ,
એક અવસ્થા હતી.

સારથી ની વેદના,
શંખ ની ફૂંકમાં હતી.

વિનોદ નગદિયા-આનંદ

ટિપ્પણીઓ નથી: