રવિવાર, મે 13, 2012

હળવી ક્ષણો ભારે ક્ષણો


આવ્યા કરે છે જિંદગીમાં હળવી ક્ષણો ભારે ક્ષણો,
માણ્યા કરૂં છું સાદગીમા હળવી ક્ષણો ભારે ક્ષણો.

ક્યારેક સફળતાની ખુશી ક્યારેક નિરાશાની ઝલક,
દઉં છું ખુદાને બંદગીમાં હળવી ક્ષણો ભારે ક્ષણો.

દોસ્તી કરૂં છું આમતો બહુ  લાંબા અનુભવ પછી,
આવે છે તોય પસંદગીમાં હળવી ક્ષણો ભારે ક્ષણો.

ફુલ શાં કોમળ હાથોએ કટુ ઔષધો પણ પીવા પડે,
આવેછે કદિક માંદગીમાં હળવી ક્ષણો ભારે ક્ષણો

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: