બુધવાર, જૂન 12, 2013

અફસોસ !

હથેળી સદા ખાલી રહી ગઇ આંગળી પકડવા માટે, અફસોસ !
કાન સદા તરસતા રહી ગયા ઠપકો સાંભળવા માટે,અફસોસ !
આંખ સદા તરસતી રહી ગઇ ચહેરો નિહાળવા માટે, અફસોસ !
લોકો કહેતા કે આપ કાળી ટોપી પહેરતાં હતા
તેથી હું પણ 
આયના સામે કાળી ટોપી પહેરી ઊભો રહીને
આપનો ચહેરો નિહાળવાની કોશિષ કરૂં છું,
પરંતુ
બાપુજી !
આંસુ ભરી આંખે
આપનું પ્રતિબિંબ
બરાબર
નિહાળી શક્તો નથી
કે
વંદન પણ કરી શકતો નથી,
અફસોસ !

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: