રવિવાર, જુલાઈ 07, 2013

ઝળહળતું નથી

સપનામા કોઇ મુજને હવે મળતું નથી,
ખામોશ છે હ્રદય હવે ખળભળતું નથી.

ખટકે છે આંખમાં સતત આ દરિયો મને,
પાંપણથી અશ્રુ પણ કદીય ઢળતું નથી. 

પગરવનું બીજ જ્યાં કદી રોપી ગયા છે એ,
ધરતીનું કેમ ક્ષેત્ર એ હવે ફળતું નથી ?

કાગળમાં બૂમો પાડું છુ આદત મુજબ હજી,
કાગળનું પોત પણ હવે સાંભળતું નથી.

સળગાવી જાતને સદા ફરતો રહું છું હું,
જીવન છતાંય કેમ પણ ઝળહળતું નથી.

વિનોદ નગદિયા (આનંદ)

2 ટિપ્પણીઓ:

અજ્ઞાત કહ્યું...

સરસ!

ANAND કહ્યું...

Thanks Pathakji