બુધવાર, જાન્યુઆરી 01, 2014

પ્રસન્ન દાંપત્ય


તારી હથેળી મળે, પ્યારા સપના ફળે,આ જીવનમાં,
એવી કામના રહે મારા મનમા.

એક આંબાની ડાળ ઝુકી હો,
દોરી રેશમની ગાંઠે ગુંથી હો,
હેતે હિંચકો ઝુલે,હળવે હૈયા ખુલે,આમ્રવનમા,
એવી કામના રહે મારા મનમા.

સાથી સાથ સદાયે રહેજે,
મીઠી રાતોની વાતો કહેજે,
ગુંજે તારી વાણી,થાય સ્મિત લ્હાણી, આનંદવનમાં,
એવી કામના રહે મારા મનમા.

બહુ પ્યારો રહ્યો સથવારો,
સખી આ ભવે મારો ને તારો,
સપનું એજ ફળે, તારો સાથ મળે, હર જીવનમાં,
એવી કામના રહે મારા મનમા.

વિનોદ નગદિયા (આનંદ)