બુધવાર, ફેબ્રુઆરી 25, 2015

યાદ આવી જાય છે.

ધૂપસળીની સુગંધ સાવ બદલાઇ જાય છે,
સમી સાંજે કોઇ જ્યારે યાદ આવી જાય છે.

કોઇ પગરવ સાંજના રસ્તે હ્રદયના થાય છે,
ઝાલર જીણી ઝાંઝરી થઇને કાને છમકાય છે.

એજ પરિચિત મહેંક શ્વાસોમાં આવી જાય છે,
હોઠ ફરકે છે જરા અને ભીના ભીના થાય છે.

એક ધુમ્મસ યાદનું આવીને ઘેરી જાય છે,
દિલ પછી તો રાતભર એકલું ગુંગળાય છે.

તરબતર દિલને કરીને કોઇ ચાલ્યું જાયછે,
ધૂપસળીની સુગંધ "આનંદ" ફેલાવી જાય છે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: