બુધવાર, માર્ચ 04, 2015

ચાલ ચહેરો શોધીએ

રંગ ઉઘડતો જાય છે,ચાલ ચહેરો શોધીએ,
પિચકારી છલકાય છે,ચાલ ચહેરો શોધીએ.

ગલી,મહોલ્લા પર હવે નાંખીએ નજરૂં જરા,
રોજ કોણ શરમાય છે,ચાલ ચહેરો શોધીએ.

એક ચહેરા પર હજારો રંગના ચહેરા ચઢ્યા,
આ આયનો મુંઝાય છે,ચાલ ચહેરો શોધીએ.

મુખવટા રંગોના પહેરી રોજ રાતે ખ્વાબમાં,
કોણ થાપ આપી જાય છે,ચાલ ચહેરો શોધીએ.

વર્ષભર જે  માટે "આનંદ" આંખમા રંગો ભરી,   
પ્રતીક્ષા હોળીની થાયછે,ચાલ ચહેરો શોધીએ.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: