મંગળવાર, માર્ચ 08, 2016

દિલમા રહ્યા કરો

બે હિસાબ એને સજા કરો, પણ રોજ દિલમા રહ્યા કરો.
બસ યાદનો તો સહારો છે, તમે કેમ એમાં રજા કરો !

ભલે જિંદગીમાં મળ્યા નહીં, પણ સ્વપ્નમાં તો મળ્યા કરો.
ભલે બાંહોમા તો ઢળ્યા નહીં, પણ આંસુ થઇને ઢળ્યા કરો.

ખુદ આવો દર્દના જામ લઇ, અને ઘૂંટ ભરવા મના કરો.
બહુ ગંજેરી થઇ ગઇ શૂન્યતા,હવે આંખ નશીલી ના કરો.

એટલી તો રાખો અદબ ભલા, સાવ અડધે વાહવા કાં કરો.
જો આવે "આનંદ" તો આપજો,આમ ખેરાત દાદની ના કરો.

વિનોદ નગદિયા (આનંદ)

1 ટિપ્પણી:

અજ્ઞાત કહ્યું...

I would like to invite you for visit my blog
https://inspiredbyinfant.wordpress.com
Please come and share your experience.