ગુરુવાર, જૂન 23, 2016

કાપી લે હવે

આ ધર્યો અંગૂઠો મેં, લે કાપી લે હવે,
માર્ગને ખુલ્લો કર્યો, લે માપી લે હવે.

રાહ જોઈ બેઠો છે ઇતિહાસ પ્રેમનો,
નામ તારૂં લોહીથી, લે છાપી લે હવે.

ગુંગળામણના શહેર ઉજાળી દઇ અને,
આગ થઇ પાછો ફર્યો, લે તાપી લે હવે.

આજ "આનંદ" તરત જ આવ્યો છે લાગમાં,
અધવચાળે, રેઢો છે, લે ધાપી લે હવે.

વિનોદ નગદિયા(આનંદ)

ટિપ્પણીઓ નથી: