ગુરુવાર, નવેમ્બર 17, 2016

ગરૂર છે તું

આંખોનુ નૂર છે તું,
મારૂં ગરૂર છે તું.

જોતાં જ સ્નેહ ઉભરે,
એવી તો હૂર છે તું.

આ સૂરીલી જિંદગીના,
સાતેય સૂર છે તું.

યા દેવી સર્વ ભૂતેષુ,
હાજરા હજૂર છે તું.

ઊર્જાનો ધોધ છે તું,
"આનંદ" પૂર છે તું,

વિનોદ નગદિયા (આનંદ)

પ્રિય પુત્રી કુ.પ્રિયમ ના જન્મ દિને
18-11-2016


ટિપ્પણીઓ નથી: