રવિવાર, ફેબ્રુઆરી 12, 2017

હવે નથી લેવી

પરત મળી છે પણ હવે નથી લેવી,
ક્યાં છે સુગંધ મારી પહેલાની જેવી.

હતા ડાઘ ચહેરે એ ભૂંસાઈ ગયા છે,
પછી હાથતાળી શું દર્પણને દેવી.

હવાઓ ફરી ગઈ છે મારી દિશાની,
પરંતુ નથી નાવ હજી પણ મેં રેવી.

નથી હોતો જ્યારે જરા હાથમાં પણ,
સમય ત્યારે આપે છે સોગાત કેવી.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: