મંગળવાર, એપ્રિલ 04, 2017

ડગલે ને પગલે

સરળતા નડી છે ડગલે ને પગલે,
કુટિલતા જડી  છે ડગલે ને પગલે.

રાહમાં મળ્યું કોઈ એવું તો અંગત,
આંખડી રડી છે ડગલે ને પગલે.

લાગણી મેં રાખી સગતળી માફક,
નફરતો પડી છે ડગલે ને પગલે.

ગાંસડી વિધાતા ની એવી ફસકી,
જિંદગી દડી છે ડગલે ને પગલે.

સફરમાં કદી ક્યાં એકલતા સાલી !
ગઝલ તો ખડી છે ડગલે ને પગલે.

વિનોદ નગદિયા (આનંદ) 

1 ટિપ્પણી:

Unknown કહ્યું...

read સફરમાં કદી ક્યાં એકલતા સાલી !
ગઝલ તો ખડી છે ડગલે ને પગલે.
https://play.google.com/store/apps/details?id=com.quick.bestofjayvasavada