મંગળવાર, જુલાઈ 25, 2017

મળ હવે.

સાંજ પડી, ઢળ હવે,
જા, તું તને મળ હવે.

હાથ ને ખુલ્લો ન કર,
હાથમાં છે પળ હવે.

કોણ આ પોકારતું?
સાદ તો સાંભળ હવે.

સ્નેહ ભીની ચોટ છે,
માંગ નહીં કળ હવે.

શગ ને ય સંકોરી લે,
અંત છે,ઝળહળ હવે.

તેજ સુધી જઇ શકું
એટલું દે બળ હવે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: