મંગળવાર, ઑગસ્ટ 01, 2017

પૂર છું

જિંદગી તારાથી તો બહુ દૂર છું,
એટલે હું આટલો મશહૂર છું.

કોઇ પણ કહેતું નથી આવો હવે,
તે છતાં સાથે જવા મજબૂર છું.

સાજ જો કેવા સજીને આવ્યો છું,
કોણ કહે છે કે હજી બેનૂર છું.

ખાલીપો ઠાંસી ઠાંસી ઠૂંસી દીધો,
હાશ ! લાગે છે હવે ભરપૂર છું.

ગામ આખાની ઉદાસી ડૂબતી,
એટલા  "આનંદ" નું હું પૂર છું.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: