રવિવાર, ઑગસ્ટ 27, 2017

હવા દે

જાય એને જવા દે,
હાથ ખાલી થવા દે.

સાવ સાચી રુઝ છે,
ઝખ્મ કોઇ નવા દે.

કાલ પાછી આવે નહિ,
આજ એવી દવા દે.

રાખ થઇ ને બેઠો છું,
આવ થોડી હવા દે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: