મંગળવાર, ઑક્ટોબર 17, 2017

આવે

આસો વદી અમાસ આવે,
અંદર સુધી ઉજાસ આવે.

દીપક હજાર ઝળહળે છે,
નજરે હવે વિકાસ આવે.

રંગો ભરી સજાવું આંગણ,
કોઈ ન આસપાસ આવે.

તસવીર લાખ દોરું એની,
ચહેરો સદા ઉદાસ આવે.

જીવન કોઇના ઝળહળે તો,
"આનંદ" લગ તપાસ આવે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: