શનિવાર, માર્ચ 10, 2018

ઠારી નાંખો


સહુની થઇ ગઇ ભારી આંખો,
દિલ હવે તો ઠારી નાંખો.

આ નગર પણ આપણું હો,
એવી ક્ષણ તો ધારી લાખો.

હાથ ખાલી થઇ જશે તો?
બંધ મુઠ્ઠી જારી રાખો.

કોણ આવે છે કલ્પનામાં?
કાં નિસાસા ભારી નાંખો!

તાઝગી તમતમતી મળશે,
કોઈ અફવા ખારી ચાખો.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: