મંગળવાર, સપ્ટેમ્બર 25, 2018

સંભાળ સાધો

હેતાળ સ્પર્શો,
રેતાળ હાથો.

વેરાન નજરો ,
વાચાળ આંખો.

માસુમ સપના,
ચંડાળ રાતો.

ઘેરી ઉદાસી ?
પંપાળ યાદો.

આતમ ઊઘડે,
સંભાળ સાધો,

વિનોદ નગદિયા (આનંદ)

 

ટિપ્પણીઓ નથી: