રવિવાર, ઑક્ટોબર 07, 2018

એક રાસ ચાલે છે અંદર સદા,
એટલે તો તાલમાં છે જિંદગી.

કોઇ ઝટકા વાગવાનો ડર નથી,
સાવ ધીમી ચાલમાં છે જિંદગી.

 
ઓ સમય કર વાર ચાહે જેટલા,
મૂઢતાની  ઢાલમાં છે જિંદગી.
 

વિનોદ નગદિયા (આનંદ) 

ટિપ્પણીઓ નથી: