રવિવાર, ડિસેમ્બર 02, 2018

ફૂંક મારે છે

 ઘણા ઘેરાં ઝખમ દઈને જમાનો ફૂંક મારે છે,
ઉપરથી કેમ છો કહીને જમાનો ફૂંક મારે છે.

હૃદય અંગાર પર જ્યારે વળે છે રાખ સમજણની,
પુરાણી ફૂંકણી લઈને જમાનો ફૂંક મારે છે.
 
ચડે છે ઝેર શંકાનું તરત કેવું મગજ ઊપર,
જરા જો કાનમાં જઇને જમાનો ફૂંક મારે છે.
 
 
વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: