એ કદી મળી ગયા,
માર્ગ ઓગળી ગયા.
આયના માં જોઇને,
આયના છળી ગયા.
વાતના વતેસરે,
આંગણા બળી ગયા.
દ્વાર બંધ શું રહ્યા,
ઉંબરા જળી ગયા.
પીઠ ફેરવી સદા,
પણ ચરણ વળી ગયા.
છેવટે ઉદાસીના,
ઓરતા ફળી ગયા.
વિનોદ નગદિયા (આનંદ)
માર્ગ ઓગળી ગયા.
આયના માં જોઇને,
આયના છળી ગયા.
વાતના વતેસરે,
આંગણા બળી ગયા.
દ્વાર બંધ શું રહ્યા,
ઉંબરા જળી ગયા.
પીઠ ફેરવી સદા,
પણ ચરણ વળી ગયા.
છેવટે ઉદાસીના,
ઓરતા ફળી ગયા.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો