સમયસર સમયને ન માણી શક્યા,
તમારા હૃદયને ન માણી શક્યા.
તમારા હૃદયને ન માણી શક્યા.
હતા દાખલા કંઈક આંસુ ભર્યા,
જીવન ના વિષય ને ન માણી શક્યા.
મળ્યા તો મળ્યા સાવ અંગત સામે,
અમે પણ વિજય ને ન માણી શક્યા.
પ્રણયના વમળમાં તણાયા ભલે,
કદી પણ વલય ને ન માણી શક્યા.
સદા ખેલ "આનંદ"ખેલી લીધાં,
કોઈના પ્રણયને ન માણી શક્યા.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો