સોમવાર, માર્ચ 18, 2024

વધતો જાય છે

અલગાવ થી લગાવ વધતો જાય છે,
ભીતરમાં ભગવો ભાવ વધતો જાય છે.

સાક્ષી બની જોયા કરું લીલા સકળ,

મારો એવો સ્વભાવ વધતો જાય છે.


ખાલી થયેલા હાથમાં ખાલી ચડે,

શું ઊર્મિ નો અભાવ વધતો જાય છે?


કારણ વિના પણ આંખથી અમરત વહે,

એવો હવે બનાવ વધતો જાય છે.


"આનંદ" આખર કેમ ના આવે ભલા,

હર ઘાવનો રૂઝાવ વધતો જાય છે.


"આનંદ" નો સાચો અરથ સમજાય છે,

ભીતરમાં ભગવો ભાવ વધતો જાય છે.



વિનોદ નગદિયા (આનંદ)









ટિપ્પણીઓ નથી: