મંગળવાર, નવેમ્બર 04, 2008

યાદોની વનરાજી

કાયમ તાજી તાજી,
યાદોની વનરાજી.

આંખોથી જ નવાજી,
તોય છતાં તું લાજી.

સંબંધો ની ભરતી,
લાવી છે તારાજી.

કોની સામે રમ્યા,
કોણે જીતી બાજી.

હાથ મળ્યા,અંદર,
ખૂબ હથેળી દાઝી.

ભુલી જવાનું,એય તને?
નાજી,નાજી,નાજી.

વિનોદ નગદિયા(આનંદ)

ટિપ્પણીઓ નથી: