મંગળવાર, નવેમ્બર 04, 2008

કરવા પડે

કૈંક એવાય જિંદગી માં પાપ કરવા પડે,
આપણા જ સ્વપનને આપણી ખિલાફ કરવા પડે.

હ્રદય થી થઇ શકે એ બધા સંતાપ કરવા પડે,
એ પછી આપણે જ આપણ ને માફ કરવા પડે.

ઇશારા કુદરત ના સમજવા એમ સહેલા નથી આનંદ,
પ્રથમ તો મનના દર્પણ ને આંસુઓ થી સાફ કરવા પડે.

વિનોદ નગદિયા-આનંદ

ટિપ્પણીઓ નથી: