પર્ણ કૂંપળમાં ધીરે લીલાશ બેસે,
એમ મારી આંખમાં ભીનાશ બેસે.
એક ટહુકો હોઠથી છુટ્ટો પડે અને,
અગાસીમાં આવીને આકાશ બેસે.
યાદ નો નિઃશ્વાસ થોડો નિકળે,
તો હ્રદયમાં જરા અવકાશ બેસે.
અલિપ્તતા કમળ સમી કેળવી શકો,
ચહેરા પર તમારાયે હળવાશ બેસે.
સ્પર્શ લીલો છોડ થઇ ને પાંગરે,
ટેરવાંમાં ક્યાંથી એ કુમાશ બેસે.
વિનોદ નગદિયા-આનંદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો