નિછાવર સાવ થઇ ને પણ તને જે પ્યાર દેશે દોસ્ત,
જીવનમાં આખરે બસ એજ તો સૂનકાર દેશે દોસ્ત.
રહ્યો છું ખેંચી હું જીવન હજી પણ એ ભરોસા પર,
નિશા જેણે દીધી મુજને ફરી એ સવાર દેશે દોસ્ત.
વેરાની સહરા ની આવી ગઇ છે આ ચમનમાં પણ,
હવે અહીં કોણ તુજને પ્રેમથી આવકાર દેશે દોસ્ત.
ખરીદી જો જરા તું રાતના અંધકારને "આનંદ",
તને સિતારા એ આંસુની ભારોભાર દેશે દોસ્ત.
ગઝલને બોળતો રહેજે સતત તું અશ્રુમાં "આનંદ",
પછી જોજે કેવી હર શેર ને એ ધાર દેશે દોસ્ત.
વિનોદ નગદિયા (આનંદ)
જીવનમાં આખરે બસ એજ તો સૂનકાર દેશે દોસ્ત.
નિશા જેણે દીધી મુજને ફરી એ સવાર દેશે દોસ્ત.
વેરાની સહરા ની આવી ગઇ છે આ ચમનમાં પણ,
હવે અહીં કોણ તુજને પ્રેમથી આવકાર દેશે દોસ્ત.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો