શુક્રવાર, નવેમ્બર 07, 2008

મરણને

રણમાં રહીને પણ કદિ ઓળખી શક્યો ન રણને,
છે ઝાંઝવા ચારે તરફ તોય પાળ્યું મેં હરણને.

નહિતો ઓળખાશે કેમ ચહેરા સિતારા સમ,
લઇ આવે કાળી રાતને, કહેજો એના સ્મરણને.

ખરતો સિતારો જોઇને ઉચાટ દિલમાં થાય છે,
વાગી તો નહીં હોય સ્વર્ગમાં ઠોકર એના ચરણ ને !

દોડવું કઠિન કેટલું હોય છે પડ્યા પછી,
મળે તો પૂછજો કદિ વહેતા કોઇ ઝરણને.

અંગત હતા એનેજ હતી રસ્તાની બધી ખબર,
કોણ આવ્યું મારા ઘર સુધી મુકી જવા મરણ ને.

વિનોદ નગદિયા-આનંદ

ટિપ્પણીઓ નથી: