શુક્રવાર, ઑક્ટોબર 09, 2009

જીવવું ભારે પડ્યું

કોમળ ઋજુ ત્વચા લઈને જીવવું ભારે પડ્યું,
દિલની સદા રજા લઈને જીવવું ભારે પડ્યું.

એક પળ માટે ય અસહ્ય હતું જે વાતાવરણ,
કાયમ એની હવા લઈને જીવવું ભારે પડ્યું.

લાગ્યા મીઠાં જે દર્દ એ દિલમાં ભરી લીધાં,
કિન્તુ એની મજા લઈને જીવવું ભારે પડ્યું.

સાવ જર્જરિત પોત હતાં મારી દ્ર્ષ્ટિના,
આ સ્વપ્ન ના ટેભા લઈને જીવવું ભારે પડ્યું.

બે ચાર કૂમળાં સ્વપ્નો ને ધરબી દેવા સબબ,
સજા માં શૂન્યતા લઈને જીવવું ભારે પડ્યું.

દિલની અસીમ શૂન્યતા સ્મિત માં ડૂબાવી દઇ,
"આનંદ" આંખ મા લઈને જીવવું ભારે પડ્યું.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: