આજ સુધી રાખી છે તો કાલ સુધી રાખજે,
જલારામ બાપા મારી લાજ ઊભી રાખજે.
જ્યાં જ્યાં પગ મૂકું ત્યાં મારગ થઇ જાય,
બાપા તારી ચાખડી નો પરચો દેખાય,
કાંટાળી કેડીએ મારી હામ ભીડી રાખજે,
જલારામ બાપા મારી લાજ ઊભી રાખજે.
જ્યાં જ્યાં હું લથડુ ત્યાં ટેકો થઇ જાય,
બાપા તારી લાકડી નો પરચો દેખાય,
ચરણ મારા ચૂકે ત્યાં હાથ ઝાલી રાખજે,
જલારામ બાપા મારી લાજ ઊભી રાખજે.
સગાં સંબંધીમાં મોભો જળવાય,
બાપા તારી પાઘડી નો પરચો દેખાય,
અકબંધ આંટ મારી પાઘડીની રાખજે,
જલારામ બાપા મારી લાજ ઊભી રાખજે.
આંખ્યું માં કરૂણા ના અમરત ઊભરાય,
બાપા તારી આંખડી નો પરચો દેખાય,
હૈયું મારૂં કોમળ ને આંખ ભીની રાખજે,
જલારામ બાપા મારી લાજ ઊભી રાખજે.
વિનોદ નગદિયા (આનંદ)
1 ટિપ્પણી:
પ્રિય બ્લોગબંધુ,
દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ' પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com
સહકારની અપેક્ષાસહ,
આપનો દિવ્યેશ વ્યાસ.
ટિપ્પણી પોસ્ટ કરો