માન્યું કે તમારી આંખ થી ઊતરી ગયો છું હું,
તો પણ તમારી આંખ માં ઊતરી ગયો છું હું.
દિલની અંદર જે ભાગ માં થાય છે અસીમ દર્દ,
એટલો જ ભાગ તારા સમ કોતરી ગયો છું હું.
રસ્તો છતાં શોધ્યા કર્યો છે એના જ ઘર તણો,
ચીલાઓ ભલેને કેટલાંય ચાતરી ગયોછું હું.
મુઠ્ઠીઓ વાળી ને અતિશય મહેનત કરી લીધી,
કંઇ એ રીતે કિસ્મતને મારી છેતરી ગયો છું હું.
અમસ્તું કરશે કોઇ યાદ તો પ્રફુલ્લિત થઇ જશે,
દિલમાં સહુના એટલો "આનંદ" ભરી ગયો છું હુંં.
વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો