મંગળવાર, નવેમ્બર 08, 2011

એનું નામ.

કોરી આંખો,ખાલી જામ,
શું કરી લેશે એનું નામ.

યાદ કરીશું ઊમ્ર તમામ,
તરસ્યા હોઠોં, ભીના ડામ.

હાથ મિલાવે આખું ગામ,
તોય હથેળી છે સૂમસામ.

શૂન્યતાનું મળ્યું ઇનામ,
સપના જોયા'તા બેફામ.

દીધા ફુલોએ ઝાકળને ડામ,
અફવા ઉડે ગામે ગામ.


વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: