મંગળવાર, નવેમ્બર 22, 2011

પાંપણ તૂટી જશે

નહિ ઢળેલાં અશ્રુઓ ના ભારથી પાંપણ તૂટી જશે,
અધૂરાં સ્વપ્નોના ઓથારથી પાંપણ તૂટી જશે.

કોઇ ખ્વાબ માં આવી જવાનો કોલ દઇ ગયું,
કાયમ હવે સવારથી પાંપણ તૂટી જશે.

સેંકડો કટાક્ષબાણોથી પણ જે ના તૂટી,
એક હોઠની તલવારથી પાંપણ તૂટી જશે,

કોઇ અમારા શબ્દને વાગોળશે નહીં,
તમારા રૂપના વિચારથી પાંપણ તૂટી જશે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: