બંધ ટકોરા ખુલ્લાં દ્વાર,
ઉંબર સજાવી ઉભા ધાર.
અહીયા કાંઠા તરસે મરે,
નદીયું છલકે સામે પાર.
દોર્યા દરિયા,કાગળ ઉપર,
કિસ્મત મુકી ગઇ છે મઝધાર.
ડગલાં સાથે ચાલ્યાં ચાર,
કેવી મહોબ્બત, કેવો પ્યાર.
શબ્દ ઊઠાવો, કરીદો વાર,
એથી સારી કઇ તલવાર.
આદત મોંઘી મિલ્કત છે,
આદત મોટો છે પડકાર.
છોડો અપેક્ષા સઘળી યાર,
"આનંદ" આનંદ છે સંસાર.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો