કોઇ ચાલ્યું જાય અને પગલાં રહી જાયછે,
ફળિયામાં કેટલી યાદના ઢગલાં રહી જાયછે.
અહીં રણની તહેજીબ છડેચોક તોડી જાયછે,
મૃગજળ પીવેછે માનવી,મૃગલાં રહી જાયછે.
રાત સાથે લઇ જતી સહુ નિશાન પ્રેમનાં,
તોય પથારીમાં થોડા અડપલાં રહી જાયછે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો