ગુરુવાર, ડિસેમ્બર 01, 2011

ફેલાયા કરે

ચહેરા પર વાદળ ફેલાયા કરે,
ચક્ષુઓમા જળ ફેલાયા કરે.

સ્મૃતિઓ ઘાસ થઇ ઊગ્યાં કરે,
લાગણીનું ઝાકળ ફેલાયા કરે.

અક્ષરો આંસુઓથી ખરડાયા કરે,
મેજ ઉપર કાગળ ફેલાયા કરે.

વર્તમાન શૂન્ય થઇ ઘૂમ્યા કરે,
વર્ષો જુની એક પળ ફેલાયા કરે.

બંધ પાંખડીમાં ભીંસાતો જાઉ છું.
સ્પર્શ તારો થઇ કમળ ફેલાયા કરે.

જિજીવિષા જિંદગીની રહ્યાં કરે,
મોતની અટકળ ફેલાયા કરે.

લાગણીની પ્યાસમાં હું તરફડું,
ને બધે મૃગજળ ફેલાયા કરે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: