મંગળવાર, ડિસેમ્બર 20, 2011

ગોઠવાઇ નથી શકતો

આ વ્યવસ્થા,આ સમાજમાં કદી ગોઠવાઇ નથી શકતો,
ટોળાનો રાગ મારા અવાજમા ગોઠવાઇ નથી શકતો.

મીઠી નઝર રહે કાયમ મોટા કહેવાતા લોક  ની,
કોણ જાણે કેમ એવા અંદાઝમા ગોઠવાઇ નથી શકતો.

એક સૂર દિલમાંથી નીકળ્યો છે,પણ એને કેમ સંભળાવું,
એ સૂર જગે  કોઇ  સાઝમા ગોઠવાઇ નથી શકતો.

પરમ્પરાઓથી જાળવે છે એની પરમ્પરા આ દુનિયા,
પરમ્પરાથી હું પણ એ રિવાઝમા ગોઠવાઇ નથી શકતો.

એક સિઝદો "આનંદ" કાફીછે ખુદાની બંદગી ખાતર,
કદી ભીતરનો અવાજ નમાઝમા ગોઠવાઇ નથી શકતો.

વિનોદ નગદિયા(આનંદ)

ટિપ્પણીઓ નથી: