બુધવાર, ડિસેમ્બર 21, 2011

સિમિત

આ દર્દ,આ વેદના આ અશ્રુપાત મારા સુધી સિમિત,
આ અશ્રુઓથી ભરી ભરી રાત મારા સુધી સુમિત.

ભારેલો અગ્નિ રાખનો ઢગલો બની જશે,
છે પવનનો બધો ઉત્પાત મારા સુધી સિમિત.

આખર નયનમા કેટલું પ્રાબલ્ય હોઇ શકે,
તારી નઝરનો શક્તિપાત મારા સુધી સિમિત.

તમારા સ્પર્શની આવી અસર સહુને થતી હશે ?
કે પછી છે આ હિમપ્રપાત મારા સુધી સિમિત.

હાસ્યના પુરા ચમન મેં સહુને ધરી દીધા,
આ હતાશા આ અશ્રુપાત મારા સુધી સિમિત.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: