આદિથી જ સપાટ છે આ જિંદગી,
એક ખારોપાટ છે આ જિંદગી.
સ્વ સુધીની વણથંભી જાતરા,
જાતનો તલસાટ છે આ જિંદગી.
ટેકાના અજવાસ લેતી જ્યોત છે,
સંકોરાતી વાટ છે આ જિંદગી.
ઠેસની છે આ ચરણમાં રિકતત્તા,
સાવ ખાલી ખાટ છે આ જિંદગી.
ધ્વસ્તતા ધબકાર સાથે ડારતી,
ધ્વસ્તતા ધબકાર સાથે ડારતી,
પર્ણનો ફફડાટ છે આ જિંદગી.
ચમચમ્યા કરશે હજી સાતે જનમ,
કાળની એ થપાટ છે આ જિંદગી.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો