ઉત્તરાયણ આવે ને આંગળીના કાપા અચાનક ઝરવા માંડે,
ટપ ટપ પડે યાદોના બુંદ ને પટ પટ ગઝલો ઉતરવા માંડે.
લોહીઝાણ કવિતાનો આનંદ લઇને સહુ કાપે પતંગ એકમેકના,
પછી નવી નક્કોર કાપેલી પારકી પતંગોના ભંડારો ભરવા માંડે
પતંગ ની વિવશતા કે આંગળી ની વેદનાની પડી છે ક્યાં કોઇને,
ટોળાને શું એ તો પતંગ કપાય એટલે વાહ વાહ વાહ કરવા માંડે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો