સોમવાર, ફેબ્રુઆરી 18, 2013

ફાવી ગઇ છે


રણની તરસ ક્યારે પુરી થઇ છે,
જુઓ વાદળી પણ થાકી ગઇ છે,

ઉજ્જડ આંખોમાં નહિ અંકૂર ફુટે,
એવો ચહેરો કોઇ વાવી ગઇ છે.

યાદોના થોર મીઠા છાંયડા કરે છે,
રેતાળ શૂન્યતા હવે ફાવી ગઇ છે.

સપનાઓ બધા સિતારા થઇ ગયા,
અંધારી રાતે જ આંખ ખુલી ગઇ છે.

સદૈવ ''આનંદ" પીરસતાં રહ્યાં તો,
હ્રદયમાં ઉદાસી પડી રહી ગઇ છે.

વિનોદ નગદિયા (આનંદ)

3 ટિપ્પણીઓ:

Raju Patel કહ્યું...

આનંદ : સરસ પ્રયાસ.લખતાં રહો અને બ્લોગ માટે શુભકામનાઓ.આ પંક્તિને ચેક કરો :
" એવો ચહેરો કોઇ વાવી ગઇ છે...."
કશુંક ખૂટે છે આમાં. મારી સમજ પ્રમાણે વ્યાકરણની શુધ્ધ્તામાં 'કોઈ વાવી ગયું છે' આવે. તમે રદીફ-કાફિયા બેસાડવા 'વાવી ગઈ છે' કર્યું છે. પણ મને ખાત્રી છે કે થોડો પ્રયત્ન કરશો તો વ્યકરણ શુદ્ધ એક્સપ્રેશન મળી રહેશે. કદાચ હું ખોટો પણ હોઉં....એટલે કહું છું ચેક કરી લેજો.

ANAND કહ્યું...

Thanks

ANAND કહ્યું...

Thanks