બુધવાર, મે 01, 2013

કરચલીઓ

સેજ પરની કરચલીઓ,
કણસતી કંઇ માછલીઓ.

મોગરાની મહેંક વિખરે,
સિસકતી કોમલ કલીઓ.

આંસુની ભીનાશ સુકવે,
બારણાની  છાજલીઓ.

વિનોદ નગદિયા(આનંદ)

ટિપ્પણીઓ નથી: