રવિવાર, મે 05, 2013

ઓહ માય ગોડ !


જિંદગીના રોડ ! ઓહ માય ગોડ !
કેટલા છે મોડ ! ઓહ માય ગોડ !

લાગણીના છોડ ! ઓહ માય ગોડ ! 
ઉછેરવાના કોડ ? ઓહ માય ગોડ !

ઉમંગોની સોડ ! ઓહ માય ગોડ !
હાંફવાની દોડ , ઓહ માય ગોડ !

બે દિલો ની જોડ !ઓહ માય ગોડ ! 
હારવાની હોડ ! ઓહ માય ગોડ ! 

હોઠ ના મરોડ ! ઓહ માય ગોડ !
આમ દિલ ન તોડ,ઓહ માય ગોડ !

વિનોદ નગદિયા (આનંદ)



ટિપ્પણીઓ નથી: