શુક્રવાર, મે 24, 2013

પાર જઇ શક્યો નહીં

સાવ આછા આવરણની પાર જઇ શક્યો નહીં,
મૌન આ વાતાવરણની પાર જઇ શક્યો નહીં.

સ્વપ્નમા પણ આંખથી જ સ્પર્શી શક્યો તને,
આદત સમા આચરણની પાર જઇ શક્યો નહીં.

મૃગજળ સાથે લગાવ કે હશે પ્યાસનો  આનંદ,
તરસતો રહ્યો પરંતુ રણની પાર જઇ શક્યો નહીં.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: